Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જામનગરમાં વિજયભાઇ રૂપાણીનો માસ્‍ક મુદ્દે વિરોધ કરે તે પહેલા ૫૦ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૫ : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આગમન પૂર્વે કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સાત રસ્‍તા સર્કલ નજીકથી પોલીસે અટકાયત કરી છે. કોંગી આગેવાનો, કાર્યકરો મુખ્‍યમંત્રીને રજુઆત કરવા પહોંચ્‍યા હતા. માસ્‍ક મુદ્દે વિરોધ કરતા પૂર્વે જ પોલીસે અટકાયત કરી અને ૫૦  જેટલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત કોંગ્રેસના અગ્રણી -કાર્યકરોને સીટી-બી ડીવીઝન લઇ જવાયા છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(1:43 pm IST)