Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જુનાગઢમાં કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા ર અને વિદેશી દારૂ સાથે ૧ ઝડપીને લેવાયા

ઉપરોકત તસ્વીરમાં દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બન્ને આરોપી અને તેને મોકલી લેનાર દિપકભાઇ બડવા અને સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ જુનાગઢ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિને સખ્ત હાથે ડામી દેવા જુનાગઢ રેન્જના ડીઆઇજીપીશ્રી મનિન્દરપ્રતાપસિંહ પવાર અને એસપીશ્રી રવિતેજા વાસમ સેટ્ટી એ જારી કરેલ આદેશને પગલે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ. આઇ. ભાટી પી.એસ.આઇ. ડી. જી. બડવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન દિપકભાઇ બડવાને બાતમી મળેલ કે ર શખ્સો ફોર વ્હીલ કારમાં દેશી દારૂ લઇને સી ડીવીઝન પો. સ્ટે. વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી પુરપાટ ઝડપે આવેલ એક કાર ને અટકાવી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર ૪૮પ કિ. રૂ. ૯૭૦૦ ગાડી કિ. ૧૦૦૦૦૦ મળી કુલ રૂ. ૧૦૯૭૦૦ ના મુદામાલ સાથે રણજીત વાલભાઇ રહે. ઇન્દીરાનગર કેશોદ તેમજ વિનુ દિલાભાઇ ટાંક રહે. જુનાગઢવાળા બન્નેને ઝડપી લઇ સી ડીવીઝન પો. સ્ટે.માં પ્રોહી એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. તેમજ જોષીપરામાંથી પ્રફુલ ચોકથી ભરત પરમાનંદભાઇ બસોલાની ર૪ બોટલ વિદેશી દારૂ મોબાઇલ મળી રૂ. ૧૪૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(4:28 pm IST)