Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભાદર -1 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા : ગોંડલ,જેતપુર,જામકંડોરણા અને ધોરાજીના કુલ 22 ગામોને એલર્ટ કરાયા

ડેમમાંથી 7758 ક્યુસેક પાણીનો છોડતો પ્રવાહ : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના

રાજકોટ : રાજકોટ સિંચાઈ વર્તુળની યાદી મુજબ ઉપરવાસની પાનિનીએ આવકને પગલે ભાદર ડેમ-1 તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો હોવાથી ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા છે ડેમમાંથી 7758 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાઈ રહયો છે લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે

ભાદર ડેમ-1ના દરવાજા ખોલતાં ગોંડલ,જેતપુર,જામકંડોરણા અને ધોરાજીના કુલ 22 ગામોને એલર્ટ કરાયા છે 

(8:57 pm IST)