Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સરગવાડાના રબારીએ ત્રણ ગુન્હા કબૂલ્યા પણ જુનાગઢ પોલીસે ૧૨ વખત પકડાયાનું ખોલ્યુ

જુનાગઢ, તા.૧૫: રેંજના ડી.આઇ મનિન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર્ંગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ નો ઉપયોગ કરર્વાં જિલ્લાના તમામ થાણા અમલદારોને ર્ંખાસ સુચનાઓર્ં કરવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પી.એસ.આઈ. એસ.એન.સાગારકા હે.કો. નાથાભાઈ, દેવેનભાઇ, પો.કો. ભરતભાઈ, લખમણભાઇ, નરેન્દ્રભાઇ, જૈતાભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ર્ંતાજેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડાયેર્લં આરોપી વિરુદ્ઘ ર્ંપોકેટ કોપ એપ્લિકેશર્નં નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ  રબારી ઉવ. ૩૩ રહે. સરગવાડા ગામ તા.જી. જૂનાગઢ ની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ર્ંઆરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબાર્રીં ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ મારામારીના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ર્ંઆરોપી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ર્ચં કરવામાં આવતા, રબારી ર્ં૨૦૧૩ ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન તથા રાયોટિંગ ૦૧ કેસમાં, ૨૦૧૫ ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, ગંભીર ઇજા, ૧૧૦ તેમજ હદપાર સહિતના ૦૫ કેસમા, ૨૦૧૬ ની સાલમાં ધમકી, મારામારી, તોડફોડ સહિતના ૦૨ ગુન્હાઓમાં, ૨૦૧૭ ની સાલમાં અટકાયતી પગલામાં ૦૩ વખત, ૨૦૧૮ની સાલમાં અપહરણ, ખૂનની કોશિષના ૦૧ ગુન્હા મળી કુલ ૧૨ વખત ગુન્હાઓમાં તથા અટકાયતી પગલાઓમાં પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેર્લં હતી. પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, ર્ંપોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાંર્ં મુકાઈ ગયેલ હતો. ર્ંપોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોકત ગુન્હાઓ આચારેલાની કબૂલાર્તં કરવામાં આવેલ છે...ં આમ, ર્ંપોકેટ કોપ એપ્લિકેશર્નં દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે ર્ંવિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિર્તં થયેલ છે.

(12:58 pm IST)