Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મહાનગરોમાં ભાવનગર કોરોનાથી રિકવરી રેટમાં રાજ્યમાં પ્રથમ સ્થાને

અત્યાર સુધીમાં 4531માંથી 4310 કોરોના દર્દી સાજા થયા: રિકવરી રેટ 95 ટકા

અમદાવાદ : રાજ્યના  8 મહાનગરોમાં ભાવનગર શહેર સૌથી વધારે રિકવરી રેટમાં પ્રથમ સ્થાન પર છે. શહેરમાં અત્યાર સુધીના કુલ 4531 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4531માંથી 4310 કોરોના દર્દી સાજા થયા છે.

આમ ભાવનગર શહેરમાં અત્યાર સુધીનો રિકવરી રેટ 95 ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 68 દર્દીના મૃત્યું થયા છે.

(10:52 am IST)