Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જસદણની મેઘપરમાં ખેડુત મીટીંગ

આટકોટઃ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોઓર્ડિનેટર વિનુભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં જસદણ તા.પં.ના પુર્વ પ્રમુખ છગનભાઈ વોરા, સરપંચ કાબાભાઈ ડોબરીયા, ઉપ સરપંચ ચંદુભાઈ શીંગાળા તથા ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ.સહકારી મંડળીના પુર્વ સભ્ય રઘુભાઈ ખેડુત આગેવાન ભીખાભાઈ શીંગાળા, ભાખાભાઈ, વેકરીયા, ધર્મેશભાઇ, બાબુભાઈ ડોબરીય, કિશોરભાઈના કરિણી. દિનેશભાઈ, ગોવિંદભાઈ, મગનભાઈ, તથા તમામ સમાજ વડિલ યુવાન મિત્રો હાજર રહેલ હતા મિટિંગમાં પ્રથમ સભા સંબોધન સરપંચે કરેલ હતુ. વિનુભાઈ ધડુકે હાલમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની નિષ્ફળતા અંગે માહિતિ આપેલ જેમા નોટબંધી.જી.એસ ટી.મોંઘવારી, કોરોનાકાળ કૃષી કાળા કાયદા. પેટ્રોલ,ડિઝલ,ખાતર બિયારણ જંતુનાશક દવા શિક્ષણ ફી અને હાલમાં મોંઘવારીએ માજા મુકેલ તમામ બાબતે આવનારા સમયમાં તમામ સમાજની ભાવિ પેઢીને થનાર નુકસાન અંગે વિગતો જણાવી હતી.(તસ્વીરો કરશન બામટા)

(9:53 am IST)