Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પોરબંદર જિલ્લામાં પ્રથમ તબકકામાં ર૦૦ હેલ્‍થ વર્કરોને કોરોના રસીકરણ

સીવીલ હોસ્‍પિટલમાં બાબુભાઇ બોખીરીયા અને અડવાણા પીએચસી સેન્‍ટરમાં રમેશભઇ ધડુકના હસ્‍તે કોરાના રસીકરણનો પ્રારંભ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ :.. જિલ્લામાં કોરાના રસીના ૪ હજાર ડોઝ આવ્‍યા છે. અને પ્રથમ તબકકામાં ર૦૦ હેલ્‍થ વર્કરોને કોરાના રસીકરણ કરવામાં આવી રહ્યું છે ૪ હજાર કોરાના રસીના ડોઝમાંથી ૪૦૦ ડોઝ ફેઇલ જતાં ૩૬૦૦ ડોઝ તબકકાવાર અપાશે.

પોરબંદર સીવીલ હોસ્‍પિટલમાં કોરાના રસીકરણનો પ્રારંભ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા તથા અડવાણા પીએચસી સેન્‍ટર ખાતે સાંસદ રમેશભાઇ ધડુકના હસ્‍તે કોરાના રસીકરણીનો પ્રારંભ  કરાયો હતો.

જિલ્લામાં કોરાના રસીના ડોઝ રાજકોટથી સ્‍પેશીયલ વાહન મારફત પોરબંદર લાવીને જિલ્લા પંચાયત કચેરી સામે વેકસીન કોલ્‍ડ રૂમમાં સ્‍ટોર કરવામાં આવેલ છે. જિલ્લામાં કોરાના રસીકરણ દરરોજ સવારે ૯ થી પ આપવમાં આવશે.

 કોરાના રસીકરણ બાદ કોરાના રસી જેને આપવામાં આવી તેમને અર્ધી કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે રસીકરણ સ્‍થળે ઓકસીજન અને ડોકટર સહિત સુવિધા રાખેલ છે. જિલ્લામાં કોરાના રસીકરણના પ્રથમ તબકકામાં જિલ્લાની પ્રથમ કોરાના રસી સીવીલ હોસ્‍પીટલનો આરએમઓ ડો. ઠાકોરને અપાઇ હતી.

(12:56 pm IST)