Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૧૦ કેસ : વધુ ૧૨ દર્દી સ્‍વસ્‍થ

મોરબી તા. ૧૬ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૦ કેસો નોંધાયા છે. જયારે વધુ ૧૨ દર્દી સ્‍વસ્‍થ થયાની માહિતી આરોગ્‍ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસ જેમાં ૦૬ ગ્રામ્‍ય અને ૦૨ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેરનો ૦૧ અને હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્‍તાર મળીને નવા ૧૦ કેસો નોંધાયા છે તો વધુ ૧૨ દર્દી સ્‍વસ્‍થ થયા છે. નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૩૮ થયો છે જેમાં ૭૬ એક્‍ટીવ કેસ છે અત્‍યાર સુધીમાં કુલ ૨૯૫૧ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે.

(1:01 pm IST)