Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કલ્‍યાણપુરના બોકસાઇટ ચોરીના કેસમાં ચારેય આરોપીની જામીન અરજી રદ

જામનગર તા.૧૬: કલ્‍યાણપુર તાલુકાના કનેડી ગામની સીમમાં ખોજાવાડી વિસ્‍તાર કનેડી હડમતીયા સીમ વિસ્‍તારમાં  સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે બોકસાઇટ ખનીજનું ખોદકામ અંગેની અરજી દેવાયતભાઇ કરશનભાઇ વરૂએ કરતા દેવભુમી દ્વારકા ભુસ્‍તરવિજ્ઞાન અને ખનીજ ખાતાનાના રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર ભવદીપ જે ડોડીયા દ્વારા ખોદકામવાળી જગ્‍યાએ તપાસ શરૂ કરી શકમંદ તરીકે હડમતીયા ગામના જેઠાભાઇ વજસીભાઇ સામે કલ્‍યાણપુર પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮પ૦૦૩ર૦૧૧૮ર - ર૦ર૦ આઇપીસી કલમ ૩-૯ એમએમઆરડી એન્‍ડ આર એકટ ૧૯પ૭ (સુધારો ર૦૧પ)ની કલમ ૪(૧)૪(૧) એ ના ભંગ બદલ કલમ રર (૧) અને રર હેઠળ ગુજરાત મિનરલ્‍સ પ્રિવેન્‍સ ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ રૂલ્‍સ ર૦૧૭ની વિવિધ કલમો હેઠળ ગુન્‍હો નોંધી આ કામે તપાસમાં અન્‍ય આરોપીઓ (૧) રામભાઇ નાથાભાઇ લુણા રહે. ભાટીયા (ર) રણછોડભાઇ રૂડાભાઇ કણઝારીયા રહે. કનેડી (૩) વીરાભાઇ સાજણભાઇ વારોતરીયા રહે. બાકોડી તથા (૪) હમીરભાઇ રામદેભાઇ ચેતરીયા રહે. ભાટિયાવાળા વિગેરેના નામો ખુલેલ અને આરોપીઓ સરકારી જમીનમાં ભાગીદારી કરી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ૧૦૦નાં સ્‍ટેમ્‍પ ઉપરનું લખાણ કબ્‍જે કરેલ અને ઉપરોકત ચારેય આરોપીઓની ધરપકડ કરેલ અને ઉપરોકત ચારેય આરોપીઓએ દ્વારકા એડિશનલ સેસન્‍સ જજ શ્રી પી.એચ.શેઠની કોર્ટમાં જામીન અરજી કરતા અધિકારીનું સોગંદનામુ તથા ખનીજ ચોરીની રકમ રૂા.૪,પ૦,ર૪,૦૪૭ની રાષ્‍ટ્રીય સંપતિની ચોરીની ગંભીરતા તેમજ તપાસમાં કબ્‍જે કરેલ સરકારી ખરાબાની જમીનનું સ્‍ટેમ્‍પ ઉપરનું વેચાણનું લખાણ અને ભાગીદારોની ટકાવારીનું લખાણ તથા મુખ્‍ય જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલ ધ્‍યાને લઇ ચારેય આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

(1:04 pm IST)