Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સાંસદ દ્વારા શ્રી રામ જન્‍મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ અભિયાન

ખંભાળીયા, તા.૧૬ : તાજેતરમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમગ્ર દેશમાં હાલ અયોધ્‍યામાં નિર્માણ પામી રહેલા ભવ્‍યાતિ ભવ્‍ય રામ મંદિર નિર્માણ મુદે શ્રીરામ જન્‍મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ વીધી અંતર્ગત જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલયની મુલાકાત લીધી હતી.

ભારતીય સંસ્‍કૃતિના જતન સમા આ મંદિર નિર્માણ કાર્યમાં યોગદાન આપવાનો અવસર પ્રાપ્ત કરીને તેમણે ધન્‍યતા અનુભવી હતી તથા કાર્યાલયના કાર્યકરો દ્વારા તેમને મંદિરની ભવ્‍ય છબી ભેટ આપીને તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(1:10 pm IST)