Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જૂનાગઢ જોબવર્ક આપવાની લાલચ આપીને લાખોની મશીનરી બટકાવતો શખ્સ સુરતથી પોલીસના સકંજામાં

ગલિયાવાડના પ્રવિણભાઈએ નોંધાવી હતી છેતરપીંડીની ફરિયાદ :આરોપીની સુરતથી ધરપકડ

જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ગોપાલભાઈ બુટાણીએ આરોપી રોહિતભાઈ બેચરા વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાને આરોપીએ પેન્સિલ બનાવવાનું મશીન આપી, જોબવર્ક આપવાની લાલચ આપી, રૂપિયા એક લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડી વિશ્વાસઘાત અંગે ગુન્હો નોંધી, તપાસ તાલુકા પીએસઆઇ એસ.એન.સગારકા, હે.કો. આર.એન.બાબરીયા સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેન્સિલના મશીન આપી, જોબ વર્ક થી રૂપિયા કમાવવાની લાલચ આપી, કરવામાં આવેલ છેતરપીંડી ના ગુન્હાના આરોપીએ બીજા શહેરોમાં ગુન્હાઓ આચર્યાની શક્યતાઓ આધારે ગુન્હાની ગંભીરતા લઈ, સુરત તપાસ દરમિયાન આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવતા તેમની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલ ઉવ. ૩૭ રહે.૨૦૫, ધારા કોમ્પ્લેક્સ, કુબેર પાર્ક, વેડ રોડ, સુરતને પકડી પાડી, ધરપકડ કરવામાં આવી હતી

ઝડપાયેલ આરોપી રોહિત સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતે મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો વતની હોવાનું અને પોતાને જે પેઢી મશીન સપ્લાય કરતી હતી, તે પેઢીએ તેમને ત્રણ ચાર મહિના મશીન સપ્લાય કરેલ અને જોબ વર્ક પણ આપેલ. પરંતુ, આરોપી ફરિયાદી સિવાય અન્ય લોકોને પણ પોતે પેન્સિલ મશીન સપ્લાય કર્યાની પણ કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવેલ પોતાને આ ધંધામાં ખોટ જતા, પોતે હાલ જમીન મકાનની દલાલીનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું , ઉટરાંત ભોગ બનનાર તમામ લોકો ને રૂપિયા પરત ચૂકવવા તૈયારી પણ બતાવી હતી.

પકડાયેલ આરોપી રોહિત ની વધુ પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા સહિતની તજવીજ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા,તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસના રિમાન્ડ ની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ ના મંજૂર કરી જેલ હવાલે કર્યો હતો.

(9:51 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST