Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામનગર જિલ્લા પંચાયત દ્વારા પોષણ માસની હર્ષભેર ઉજવણી

જામનગર તા.૧૬ : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા પાંચ સૂત્ર સાથે સહી પોષણ દેશ રોશન ના ધ્યેય સાથે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે પોષણ માહ સપ્ટેમ્બર ૨૦૨૦ અંતર્ગત મુખ્ય પાંચ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં (૧) બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ (૨)એનિમિયા (૩) ઝાડા નિયંત્રણ (૪) હેન્ડવોશ અને સેનિટેશન (૫) પૌષ્ટિક આહારનો સમાવેશ કરાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે જામનગર જિલ્લામાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા તેમજ તમામ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહ સપ્ટેમ્બર ૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ કાઉન્સેલિંગ, સુખડી વિતરણ, હેન્ડવોશ, પોષણ તોરણ અને પોષણ સલાડ તેમજ ટી.એચ.આર. પેકેટમાંથી વિવિધ વાનગી નિદર્શન હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈમાં આંગણવાડીના તમામ લાભાર્થી દ્વારા વિવિધ વાનગી બનાવવામાં આવી, જેમાં શ્રેષ્ઠ વાનગીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવવામાં આવ્યા અને તે તોરણ જોખમી સગર્ભા અને અતિ કુપોષિત બાળકોના દ્યરે લગાડવામાં આવશે તેમજ કિશોરીઓ દ્વારા તેમને પોષણને લગતી માહિતી આપવામાં આવશે,  જેથી કુપોષણમાં દ્યટાડો થાય. આ તમામ પ્રવૃત્ત્િ। જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગના માર્ગદર્શન તથા પી.ઓ.શ્રી સી.ડી.ભાંભીના પ્રોત્સાહન હેઠળ કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ માહ દરમિયાન અનેક પ્રવૃત્ત્િ।ઓ દ્વારા જામનગર જિલ્લાને સંપૂર્ણતૅં કુપોષણ મુકત બનાવવા તરફ અગ્રેસર કરવાના પ્રયાસો કરવામાં આવશે.

(11:21 am IST)