Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લોઠડામાં ફેકટરીમાં સાફ સફાઇ કરતી વખતે મશીન ચાલુ થઇ ગયું, પટ્ટામાં ફસાઇ જતાં મજૂર પ્રેમનું મોત

મુળ મધ્યપ્રદેશનો ૧૮ વર્ષનો યુવાન સુપર એન્જિનિયરીંગ ટેકમાં કામ કરતો હતો

રાજકોટ તા. ૧૫: સરધાર તાબેના લોઠડા ગામમાં આવેલી સુપર એન્જિનીયરીંગ ટેક પ્રા.લિ.માં સાફસફાઇનું કામ કરતો મુળ મધ્યપ્રદેશનો યુવાન પ્રેમ છગનભાઇ શીંગાર (ઉ.વ.૧૮) સફાઇ કરતી વખતે મશીન ચાલુ થઇ જતાં તેના પટ્ટામાં ફસાઇ જતાં તેનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ લોઠડા ગામે  છગનભાઇ જીવાભાઇની વાડીમાં રહેતો પ્રેમ મુળ મધ્યપ્રદેશનો વતની હતો. અહિ તેના ભાઇ સાથે રહેતો હતો અને પડવલા રોડ પર આવેલી સુપર એન્જિનીયરીંગ ટેકમાં સાફસફાઇનું કામ કરવા જતો હતો. ગઇકાલે કંપનીમાં મશીનની સફાઇ કરતો હતો ત્યારે અકસ્માતે મશીન ચાલુ થઇ જતાં પટ્ટામાં તેનો હાથ ફસાઇ જતાં તે ખેંચાઇ ગયો હતો અને શરીરે મુંઢ ઇજાઓ થતાં બેભાન થઇ ગયો હતો.

તેને સારવાર માટે તાકીેદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. સવજીભાઇ બાલાસરા અને હરપાલભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:26 am IST)