Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઉપલેટા કોરોના બેકાબુ બનતા નગરપાલીકા દ્વારા મુખ્ય બજારો સહિત ભીડભાડવાળી જગ્યાઓ સેનીટાઇઝ કરાઇ

કામ વગર લોકોને બહાર ન નીકળવાઃ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાની અપીલ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૬ :.. ઉપલેટા શહેરમાં છેલ્લા એક માસથી મહેમાનની જેમ પડાવ નાખી પડેલા કોરોનાએ શહેરભરમાં બેકાબુ બની પાંચ સદી વટાવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.

પાલીકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા દ્વારા શહેરની ભીડભાડ વાળી જગ્યા તથા મુખ્ય બજારોને સેનીટાઇઝ કરવામાં અવેલ હતી અ તકે તેમણે લોકોને અપીલ જણાવેલ કે કામ વગર લોકો બહાર ન નીકળે અને વૃધ્ધો તેમજ બાળકોનું ખાસ ધ્યાન રાખે અને વેપારીઓ પણ સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરે અને માસ્ક સેનીટાઇઝર સહિતની વસ્તુઓ ઉપયોગ કરે જેથી કરીને કોરોના ઉપર કાબુ મેળવી શકાય આ તકે ઉપપ્રમુખ રણુભા જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઇ સોજીત્રા સહિતના આગેવાનો નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ સાથે રહયા હતાં. (તસ્વીર : ભોલુ રાઠોડ -ઉપલેટા)

(11:32 am IST)