Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જસદણમાં ડો. બોઘરાએ રપ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકી

જસદણ, તા.૧૬ : કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવતા હતાં ત્યાં પણ પથારીઓ ખૂટી પડતા સ્થાનિક લેવલે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા રવિવારે વિરનગર ગામે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ૭૦ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકી હતી અને મંગળવારે સવારે રાજયની સરદાર સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ જસદણમાં રપ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકતા હવે જસદણ વિંછીયા પંથકના કોરોના પોઝીટીવ દર્દીઓને રાહત થશે.

(11:37 am IST)
  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST