Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભાવનગરથી ચોરી હોન્ડા સાથે જાફરાબાદમાં ઝડપાયો

અમરેલી,તા.૧૬ : જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારનાં રોહીસા ગામે વાહન ચેકીંગ દરમ્યાન ચોરીના મોટર સાયકલ સાથે ઘનશ્યામ ઉર્ફે ઘનો રાજાભાઇ ડાભી, ઉ.વ.૨૫, રહે.મુળ ચોરઠ તા.ઉમરાળા, જી.ભાવનગર હાલ રહે.સુરત, વરાછા, ગાયત્રીનગર, શેરી નં.૫. ને ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી મળી આવેલ એક હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ, રજી.નંબર વગરનું, જેના ચેસીસ નંબર MBLHAIIED9E00714 તથા એન્જીન નંબર HA11EQD9E04125 હોય, જે મોટર સાયકલ બાબતે ટેકનીકલ રીતે ખરાઇ કરતા સદરહું મોટર સાયકલનાં રજી. નં.GJ-04-BQ-1161નું હોવાનું જણાયેલ આવેલ છે. આ મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા ભાવનગરમાં ધોબી સોસાયટીમાંથી ગઇ તા.૦૬/૦૯/૨૦૧૯નાં રોજ ચોરી થયેલ હોવાનું જણાય આવેલ. જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન (ભાવનગર) ફ. ગુ.ર.નં.૧૮૧/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ છે. ચોરીનું મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/- નું ગણી તપાસ અર્થે કબજે લઇ, મોટર સાયકલ તથા આરોપી આગળની કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવે છે.

(11:38 am IST)