Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોરબીમાં અકસ્માતમાં મહિલાના મૃત્યુ મામલે એસટી ચાલક સામે ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક મોપેડ સવાર મહિલાનું એસટીની ઠોકરે મોત થયા બાદ આ મામલે મૃતક મહિલાના પતિએ એસટી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિનગરના રહેવાસી લલનસિંગ શિવપૂજનસિંગ યાદવે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાનું સ્કૂટર જીજે ૩૬ ડી ૭૯૩૧ લઈને જુના બસ સ્ટેન્ડ પાસેથી જતા હોય ત્યારે એસટી બસ જીજે ૧૮ ઝેડ ૬૬૩૦ના ચાલકે કાવો મારતા ફરિયાદીના મોટરસાયકલને અડફેટે લઈને ફરિયાદીના પત્નીને માથાના ભાગે ઈજા થતા મોત થયું છે. એ ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(11:40 am IST)