Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામનગરમાં ત્રીજા સ્મશાનની તાત્કાલીક વ્યવસ્થા કરવાની માંગ સાથે વિપક્ષ-કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉપવાસ આંદોલનનાં મંડાણ

જામનગર : તસ્વીરમાં ઉપવાસી છાવણીમાં કોંગ્રેસના કોર્પોરેટરો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ :.. જામનગરમાં ત્રીજા સ્મશાનની  તાત્કાલીક વ્યવસ્થા કરવાની માગણી સાથે આજથી વિપક્ષી કોર્પોરેટર દેવશી આહીરની આગેવાનીમાં વિપક્ષી કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનોએ લાલ બંગલા સર્કલમાં સવારે ૯ થી ૬ સુધીના ઉપવાસનો પ્રારંભ કર્યો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા જામનગર)

(12:49 pm IST)
  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST