Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામનગરના લાખાબાવળમાં પાણીમાં લાપતા ર યુવકોની શોધખોળ

જામનગર : જામનગરના બેડમાં ફાયરબ્રિગેડનું બીજા દિવસે રેસ્કયુ શરૂ છે. ગઈકાલે લાખાબાવળના ૩ લોકો પાણીમાં તણાયા હતા. એકને ગઈકાલે ફાયરે બચાવ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા બે યુવાનોને શોધવા રેસ્કયુ હાથ ધરાયુ છે. લાખાબાવળના યુવાનો બેડ નદી તરફ તણાયા હતા. જેથી હાલ બેડ તરફ પાણીના વહેણમાં ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન ચાલુ છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર- અહેવાલ : મુકુંદ બદિયાણી)

(12:51 pm IST)
  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST

  • જાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST