Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાંથી દિપડાનો મૃતદેહ મળતા ચકચાર મગરે દિપડાનો શિકાર કર્યાની આશંકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૬ : જુનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી દિપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી ગઇ છે. મગરે દિપડાનો શિકાર કર્યાની આશંકા સેવાઇ રહી છે

જુનાગઢને પાણી પુરૂ પાડતો વિલીંગ્ડન ડેમ સતત ઓવરફલો થઇ રહ્યો છે.

આ દરમ્યાન આજે સવારે વિલીંગ્ડન ડેમમાંથી એક દિપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગનો કાફલો દોડી ગયો હતો અને દિપડાના મૃતદેહને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગના અનુમાન મુજબ ઉપલા દાતાર વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ પડયો હોય જેના કારણે દિપડો તળાઇને ડેમમાં ખાબકયો હોવાની શકયતા ઉપરાંત દિપડો વિલીંગ્ડન ડેમમાં પાણી પીવા આવ્યો હોય અને ડેમમાં રહેલી મગરે તરાપ મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શકયત ાછે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ દિપડાના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

(2:37 pm IST)