Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઓખાઇ દ્વારા ભારતમાં ગ્રામીણ કલાકારો માટે હેલ્પલાઇન

મીઠાપુર તા. ર૬ :.. ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ટી. સી. એસ. આર. ડી. દ્વારા સ્થાપિત કરેલ ઓખાઇ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસના ઉપક્રમે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સક્ષમ બનાવવા તથા પ્રોત્સાહન પુરૂ પાડવાના ઉદેશ્યથી ભારતમાં ગ્રામીણ કલાકારો માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ પહેલા ચાલુ વર્ષની થીમ કોવીડ-૧૯ ને પગલે ગ્રામીણ મહિલાઓને પગભર કરવી ને સુસંગત છે. જેનો આશય આ મહિલાઓનાં સંઘર્ષ, તેમની જરૂરીયાતો અને આપણા સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે જાગૃતિ લાવવાનો છે. આજે જયારે આખા વિશ્વ પર કોરોનાનો ખતરો છે ત્યારે તમામ ક્ષેત્રોને આનીમાંથી અસરો થઇ રહી છે. ત્યારે સૌથી વધુ અને સીધીમાંથી અસર ગ્રામીણ ભારત અને એના કારીગરો પર થઇ છે ત્યારે આવી કટોકટી અગાઉ રીટેલ સ્ટોર્સને પુરવઠો પૂરો પાડીને રોજિંદી આવક મેળવતા લોકોને બહુજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વસ્ત્રો, ઘર સુશોભનની ચીજવસ્તુઓ કે સાધનસામગ્રી બનાવવાનું પરંપરાગત કૌશલ્ય ધરાવતાં પાયાના તમામ કારીગરોને ટેકો આપવા અને આ અનિશ્ચિત સમયગાળામાં તેમના માટે પ્રસ્તુત તકોનો લાભ મેળવવા માટે આ ઉમદા કાર્યની શરૂઆત કરવામાં આવી છે.

આ દ્વારા ઉત્પાદનોની વિગતો કેટલોગ, તેમના ભૌગોલિક સ્થાન અને તેમના ગ્રુપમાં કારીગરોના નંબર જેવી વિવિધ જાણકારી તથા નવા બજારો માટે ઉત્તમ તકો મળશે. આ તકે ઓખાઇના હેડ કીર્તી પુનીયાએ કહયું હતું કે દેશમાં કૃષિક્ષેત્ર પછી હસ્તકળા એ બીજો સૌથી મોટો રોજગારી પેદા કરતો ઉદ્યોગ છે. જેણે આ વૈશ્વિક રોગચાળાની માંથી અસરો થઇ છે તેઓને ઓખાઇ તમામ પ્રકારના કળાના સ્વરૂપોમાં પારંગત અને પ્રતિભાશાળી કલાકારોને આ પડકારોનું સમાધાન આપવાની ઇચ્છા ધરાવે છે. અને તેમાંથી જ આ રીતે હેલ્પલાઇન શરૂ કરવાનો વિચાતર જન્મ્યો છે.

આ નંબર ૬૩પ૯૦ ર૧૮૮૮ ને સરળ બનાવવા માટે વોટસઅપ પર પણ રજીસ્ટર કરી શકાશે. આવા કપરા સમયમાં ઓખાઇ સાથે જોડાયેલા કલાકારોની સંખ્યામાં માર્ચમાં ર૩૦૦ થી વધીને ઓકટોબરમાં ૧૬૦૦૦ થઇ છે ત્યારે આ હેલ્પલાઇન દેશના અંતરિયાળ વિસ્તારોમાં કલાકારોને સહાય પૂરી પાડશે. ઓખાઇનો આ હેલ્પલાઇન શરૂ કરવાનો મુળ ઉદેશ્ય ભારતમાં આદિવાસી અને ગ્રામીણ કલાકારો સુધી પહોંચવાનો અને તેમને સ્વતંત્ર અને પગભર બનાવવામાં પુરી રીતે મદદ કરવાનો છે. તેઓની ફરીયાદોનું નિવારણ થઇ શકે તે માટેનો છે.

(11:40 am IST)