Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઓખા નગરપાલિકા દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ

મીઠાપુરઃઓખા નગરપાલિકા દ્વારા વિકાસકાયોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઓખાની વાઘેર સમાજ વાડી ખાતે પબુભા વિરમભા માણેક દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી નિર્મિત ૬ કરોડ ૭૧ લાખ રૂપિયા ના વિકાસકાર્યો નું લોકાર્પણ તથા ૭ કરોડ ૧૧ લાખ રૂપિયા ના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપલાઈન, બેટ માં અર્ધ જાગૃત સ્મશાનના વિકાસની કામગીરી તેમજ અનેક વિસ્તારોમાં પેવર બ્લોક અને કોમ્યુનીટી હોલ વગેરે જેવા વિકાસલક્ષી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાલિકાના પ્રમુખ ચેતનભા માણેક, ઉપપ્રમુખ ચેતનભાઈ માવાણી, ચીફ ઓફીસર વિનોદ સી. રાઠોડ તેમજ સ્થાનિક પાલિકા ના સભ્યો અને નગરપાલિકા ના કર્મચારીઓ ઉપરાંત અનેક આગેવાનો તથા વેપારીઓ હાજર રહ્યા હતા. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:42 am IST)