Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વઢવાણ : રતનપરમાં વરસાદથી ધોવાયેલ રસ્તાનું સમારકામ હાથ ધરાયું

વઢવાણ તા.૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ ચાલુ વર્ષે વરસવા પામ્યો છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ડેમો ચેકડેમો નદીઓ ઓવરફલો બની જવા પામી હતી ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે જે વરસાદના કારણે જિલ્લામાં નુકશાન રોડ રસ્તાનુ થયુ છે તેનુ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ સંયુકત ન.પા. દ્વારા સમારકામ હાથ ધરાયુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદીમાં પાણી આવવાના પગલે ત્રણ ક્રોઝવે પાણીમાં તણાઇ જવા પામ્યા હતા જેને પગલે હાલમાં વરસાદના વિરામ બાદ નદીમાં પાણી ઓસરતા તાત્કાલીકપણે વઢવાણ દુધરેજ સંયુકત ન.પા. દ્વારા આ ત્રણેય કોઝવેનુ સમારકામ હાથ ધરાયુ છે અને આ ત્રણેય ક્રોઝવેનું સમારકામ કરાયુ છે.

બીજી તરફ જિલ્લાના રતનપર વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર જિલ્લા ગામમાં આવવા માટે કાચો ક્રોઝવે ન.પા દ્વારા બનાવાયો હતો જે વરસાદને પગલે પાણીમાં ધોવાઇ જવા પામ્યો હતો ત્યારે રતનપર વાસીઓને ત્રણ કીમી ધકકો ખાય ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવવા માટે મજબુર બનવુ પડયુ હતુ ત્યારે આ બાબતની રજૂઆત અને વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા ન.પા. માં કરવામાં આવતા તાત્કાલીકપણે ચીફ ઓફીસર સંજયભાઇ પંડયા દ્વારા આ કાચા રસ્તાનુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ.

(11:43 am IST)