Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જામનગરમાં ભુમાફીયા જયેશ પટેલના સાગરીતો સામે સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુન્હો : ૧૪ પૈકી ૮ ની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૬ : જામનગર પોલીસ અધિક્ષકશ્રી દિપેન ભદ્રને આજે પત્રકાર પરિષદ સંબોધીને ભુમાફીયા જયેશ પટેલના સાગરીતોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત રાજયમાં અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા સારૂ રાજય સરકાર દ્વારા કટીબધ્ધા દાખવી જીસીટીઓસી જેવા કાયદા અમલમાં લાવવામાં આવેલ છે. તેમજ નજીકના ભુતકાળમાં પાસાના કાયદામાં પણ જરૂરી ફેરફાર કરી વધુ ગુન્હાઓને આવરી લેવામાં આવેલ છે. આ સિવાય ગુજરાતમા) ગુંડા એકટ લાગુ કરવા તજવીજ ચાલુમાં છે. આ દરમ્યાન જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીમાં તેના સાગ્રીતો સાથે મળી પુર્વયોજીત કાવતરૂ રચી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ બનાવી જામનગર જિલલાના જમીન માલીકો, રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી ગુનાહીત ધાકધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપીયા તથા મિલ્કતો પડાવી લેવાના બનાવો ધ્યાને આવતા મુખ્યમંત્રીશ્રી તથા ગૃહમંત્રીશ્રી દ્વારા તેને તાત્કાલીક ધોરણે નેસ્તનાબુદ કરવા માટે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે.

જે આધારે ગુજરાત રાજય પોલીસ વડા શ્રી આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ રેન્જ શ્રી સંદીપ સિંઘ સાહેબની કાયદાકીય મંજુરી બાદ જામનગર જીલ્લા પોલીસ વડા શ્રી દીપન ભદ્રન સાહેબના સીધા સુપરવીઝન હેઠળ એલસીબી પો.ઇન્સ. શ્રી કે.જી.ચૌધરી દ્વારા સરકાર તરફે ગુજરાત આતંકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ (જીસીટીઓસી) હેઠળ નીચે મુજબના કુલ ૧૪ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જે પૈકી ૮ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. અને અન્ય આરોપીઓ સબબ કાર્યવાહી ચાલુમાં છે. જેમાં અતુલ વિઠલભાઇ ભંડેરી રહે. નંદનવન સોસાયટી, શેરી નં. ૪, રણજીત સાગર રોડ, જામનગર, વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રા રહે. જામનગર, નિલેષભાઇ મનસુખભાઇ ટોળીયા રહે. સમંકિત-૧, હાથી કોલોની, બ્રહ્માકુમારી આશ્રમ સામે, સુમેર કલબ રોડ, જામનગર, મુકેશભાઇ વલ્લભાઇ અભંગી રહે. ૧૮૩, સિધ્ધી પાર્ક, મેહુલનગર પાછળ, જામનગર, પ્રવિણભાઇ પરસોતમભાઇ ચોવટીયા રહે. પ્રમુખદ્રષ્ટિ, પટેલ પાર્ક-૩, પ્લોટ ૧૦૬/૦૭, રણજીતસાગર રોડ, જામનગર, જિંગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા રહે. પ૦૧, પંચવટી સોસાયટી, જામનગર, ઓફીસ સાધના ફોરેક્ષ-૧૧૬, માધવ કોમ્પલેક્ષ, ડી. કે. વી. કોલેજની સામે, પંડીત નહેરૂ માર્ગ, જામનગર, અનીલ-ઓ મનજીભાઇ ગોપાલભાઇ પરમાર સતવારા રહે. જડેશ્વર પાર્ક-ર, રણજીતસાગર રોડ, જામનગર, પ્રફુલભાઇ જયંતીભાઇ રહે. ૩પ૯, કંચનજંગા એપાર્ટમેન્ટ, ક્રિકેટ બંગલો સામે, લીમડા લાઇન, જામનગરની ધરપકડ કરી છે. ગુન્હાની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાન્ડેનાઓ કરી રહેલ છે. ફરીયાદમાં જણાવેલ આરોપીઓ સિવાય તપાસમાં જેમના નામ સામે આવશે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

 

(5:50 pm IST)