Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાના ધામમાં આજે પરંપરા મુજબ અન્નકૂટ

ભાવનગર : સંત પૂજય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ­તિવર્ષની પરંપરા મુજબ અન્નકૂટ ધરવામાં આવ્યા છે.

પરદુઃખભંજન વીર વિક્રમના નવા વર્ષના પ્રરંભે સૌ ભાવિકો દર્શનાર્થીઓને અન્નકૂટ દર્શનનો લાભ મળશે.

આજે નવા વર્ષના ­થમ દિવસે વિવિધ રસ વ્યંજનો સાથે ગુરૂઆશ્રમ ના વૃક્ષ આચ્છાદિત પાવન પરિસરમાં આવેલા નૂતન મંદિરના શ્રી રામ પંચાયત, મૂર્તિ મંદિર,ગાદી મંદિર, સમાધિ મંદિર, કાળભૈરવ મંદિર, અન્નપૂર્ણા દેવી મંદિર સહિતના દેવાલયોમાં તેમજ બગદાણા ગામમાં આવેલા તમામે તમામ દેવી દેવતાઓના દેવસ્થાનોમાં અન્નકૂટના થાળ ધરવામાં આવેલ છે. બેસતા વર્ષે ઍટલે કે આજે સોમવારે સવારના ૧૦ કલાકથી અન્નકૂટના થાળ ધરવામાં આવેલ છે.

દિવાળીના દિવસોમાં ધનતેરસથી લાભ પાચમના સળંગ પર્વતમાળાના તહેવારોમાં ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ભાવિક ભક્તજનોની વિશેષ ભીડ રહેતી હોય છે.

 

(12:39 pm IST)