Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ભાવનગરમા ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૯૦ કેસો પૈકી ૨૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાનાં ઇંગોરાળા ગામ ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૫,૯૯૦ કેસ પૈકી હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૮૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:05 pm IST)
  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST

  • કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક્નું એલાન : રસીની અવળી અસર થશે તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવશે : ગંભીર અસર થાય તો વળતર ચુકવશે access_time 8:41 pm IST