Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમરેલીમાં જિલ્લાના ૧૫ શ્રેષ્ઠ શિક્ષક ભાઇ-બહેનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૬ : અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ શિક્ષક સેલના સંયુકત ઉપક્રમે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના કુલ ૧૫ શિક્ષકભાઇ બહેનોનું શાલ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં અધ્યક્ષપદે અમરેલી જિલ્લા કો.સમિતિના પ્રમુખ પ્રો.અર્જુનભાઇ સો., ન.પ્રા.શિ.સ.ના ચેરમેન જે.પી.સોજીત્રા, માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઇ માકરાણી, તા.ખ.વે.સં.ના પ્રમુખ દલસુખભાઇ દુધાત, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ ઠુંમર, અમરેલી તા.કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી ન.પા. વિરોધપક્ષના નેતા સંદિપભાઇ ધાનાણી, કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસના પ્રદેશ નેતા હંસાબેન જોશી, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઇ ભુવા, જિ.પં.પુર્વ ચેરમેન દિનેશભાઇ ભંડેરી, તા.કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઇ પોકિયા, જિ.કો.મહામંત્રી જમાલભાઇ મોગલ તથા જનકભાઇ પંડયા, વસંતભાઇ કાબરીયા, ઓબીસી સેલના પ્રમુખ નારણભાઇ મકવાણા ન.પા. સદસ્ય ચંદુભાઇ બારૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના ઉમદા ઘડતર માટે શિક્ષકોને બિરદાવીને રાષ્ટ્રનિર્માણના ધરોહર માટે સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિ.શિક્ષક સેલના પ્રમુખ પ્રિ. નરેન્દ્રસિંહ ગોહિલ અને વિક્રમભાઇ માંજરીયાએ જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન જિ.શિ.સંઘના પ્રમુખ પ્રવિણભાઇ વસરાએ કર્યુ હતુ.

(11:20 am IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST