Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લંપટ ધવલ ત્રિવેદીને લઇને સીબીઆઇ ટીમ હિમાચલ પ્રદેશ -દિલ્હી તપાસમાં જશે

૭ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી કયાં કયાં રોકાયો ? અન્ય યુવતિઓને નિશાન બનાવી કે કેમ ? તે દિશામાં તપાસ કરશે

રાજકોટ,તો ૧૬: ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવનરા ૫૨ વર્ષના લંપટ શિક્ષક ધવલ હરીશચંદ્ર ત્રિવેદીને દિલ્હી સીબીઆઇએ ગ્રામ્ય કોર્ટમાં રજુ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. લંપટ શિક્ષક ધવલને સીબીઆઇના અધિકારીએ ગ્રામ્ય કોર્ટમાં રજુ કરીને તપાસ કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીએ તેના તરફથી કોઇ રજુઆત નહીં હોવાની કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. બાદમાં કોર્ટે સાતેય દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સીબીઆઇએ રિમાન્ડ અરજી અંગે રજુઆત કરતા જણાવ્યું હતુ કે, આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો તો તેને કોને કોને મદદ કરી, આરોપીને આજીવન કેદની સજા પડી હતી. ત્યારબાદ તે પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો ત્યારે તે કયાં રોકાયો હતો, આરોપીએ કિશોરનીને ગર્ભવતી બનાવી તેને ગર્ભપાત કરાવવા કઇ જગ્યાએ લઇ જવાનો હતો. આરોપી આટલા સમયથી જુદા-જુદા રાજ્યમાં ફર્યો હતો. ત્યાં તે કેવી રીતે રહેતો હતો. આરોપીને તપાસ માટે દિલ્હી અને હિમાચલ સહિતની જગ્યાએ લઇ જવાનો છે. આરોપી ખુબ જ હોશિયાર છે. અને કાયદાકીય પ્રક્રિયાથી વાકેફ હોવાથી તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આરોપી બીજા રાજ્યમાં કયા કયાં નામે રહેતો હતો તેણે ખોટા ઓળખ કાર્ડ બનાવ્યા છે કે નહીં સહિતના મુદ્દાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડ આપવા જોઇએ. જો કે, આરોપી તરફે રિમાન્ડ ન આપવા રજુઆત કરવામાં આવી હતી. બન્ને  પક્ષની રજુઆત બાદ કોર્ટે આરોપીને સાત દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, અગાઉ પણ આરોપી ધવલે વર્ષ ૨૦૧૪માં બે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં રાજકોટ કોર્ટે ૨૦ વર્ષથી સજા ફટકારી હતી. જેમાં પેરોલ પર બહાર આવતા જ ચોટીલામાં કિશોરીને ભગાડી ગયો હતો. ત્યારબાદ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીએ કિશોરીને બિહાર મૂકી જતો રહ્યો હતો. કિશોરી ગર્ભવતી પણ બની હતી આ સમગ્ર મામલો હાઇકોર્ટે સુધી પહોંચ્યો હતો.

નરાધમ ધવલનું ચોટીલા સરઘસ કાઢો : ફાંસીની સજા આપો : સગીરાના પિતાની માંગ

રાજકોટ,તા. ૧૬: નરાધમ ધવલ ત્રિવેદી ઝડપાઇ જતા ચોટીલામાં સગીરાના પિતાએ જણાવ્યું હતુ કે હું મીટ માંડીને બેઠો છુ કે ધવલ ત્રિવેદીને ચોટીલામાં કયારે લાવવામાં આવશે. તેનું આખા ચોટીલામાં સરઘસ કાઢવામાં આવે અને તેને ફાંસીની સજા આપવામાં આવે એટલે આવા કોઇ બીજા નરાધમ હોય તો તે પણ આવું ક્રુત્ય કરતા વીચારે અને બીજી છોકરીઓની જિંદગી બરબાદ થતી બચ્ચે એવી હું સરકાર પાસે આશા રાખું છે.

ચોટીલાની સગીરાને ભગાડી જનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી અન્ય કોઇ સગીરા કે યુવતીને તેની મોહજાળમાં ફસાવે તે પહેલા દિલ્હી પોલીસે હિમાચલમાંથી ઝડપી પાડ્યો હતો. વર્ષ ૨૦૧૪માં પડધરીને બે યુવતીને ભગાડ્યા બાદ જેલ હવાલે થયો હતો અને ત્યારે બાદ  ચોટીલાની સગીરાને વર્ષ ૨૦૧૮ માં ભગાડી ગયો હતો. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. ત્યારે જુન માસમાં સગીરા ધવલ ત્રિવેદીની જાળમાંથી છુટીને તેના ઘરે પરત ફરી હતી.

(11:27 am IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST