Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોરબીના રવાપર ધુનડા રોડ પર જુગાર રમતા સાત ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદશન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી જી સરવૈયાની સુચનાથી પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રવાપર ધુનડા રોડ હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા મણીલાલ પટેલ, દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડિયા, અવચરભાઈ લાલજીભાઈ ગોઠી, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા, હેમશંકરભાઈ પ્રાણશંકર જોષી, શંકરલાલ અંબારામભાઈ દેત્રોજા અને મનસુખભાઈ પ્રેમજીભાઈ વિઠલાપરાને રોકડ રકમ રૂ.૧૩,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુંતાસી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

માળિયા તાલુકાના કુંતાસી ગામે જાહેરમાં જુગાર રમાતો હોય જે બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ચતુર મનજી બાબરિયા, ભરત પ્રતાપ બાબરિયા, લાભુ મગન પરસુંડા, કિશન દેવજી સોમાણી અને વિજય ઉર્ફે ભૂપત દેવા નાટડા રહે બધા કુંતાસી તા. માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૫,૪૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST