Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોરબીના હરીપર નજીક અકસ્માત : પોલીસ કર્મચારીની નજર સામે પત્નીનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના હરીપર કેરાળા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સીટી પોલીસ લાઈનના રહેવાસી અને પોલીસમાં ફરજ બજાવતા રમેશગીરી ગોસાઈ તેના પત્ની સાથે એકટીવામાં માતાજીના દર્શન અર્થે ગાળા ગયા હોય અને ત્યાંથી પરત ફરતા હોય ત્યારે અજાણ્યા વાહને એકટીવાને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં એકટીવા ચાલક રમેશગીરી ગોસાઈને ઈજાઓ પહોંચી હતી.

જયારે પોલીસકર્મીની નજર સામે પત્ની હર્ષાબેનનું કરૂણ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ અકસ્માતનો ગુન્હો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:40 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST