Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ૧૦૦ બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઈસોલેશન સેન્ટર

 ધોરાજી,તા.૧૭ : ધોરાજીમાં કોરોના એ વિસ્ફોટ સર્જેલ છે અત્યારે સરકારી તંત્ર વામણું સાબિત થયું છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ અને સંક્રમિત તો ને તેમના જ દ્યરે રાખવાની ફરજ પાડી રહ્યા છે ત્યારે ધોરાજીમાં વધુ પડતો કોરોના નો વિસ્ફોટ સર્જાયો છે આવા સમયે અખબારી અહેવાલો એ પણ અધિકારીઓ ને વારંવાર ઢાંઢોડિયા છે છતાં પણ ધોરાજીમાં પ્રજાલક્ષી એક પણ સેવા અધિકારીઓ દ્વારા કરી નથી આવા સમયે ધોરાજી ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લેઉવા પટેલ સમાજના લોકો માટે૧૦૦ બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર તાત્કાલિક તૈયાર કરી આજે સમાજ માટે ખુલ્લુ મૂકશે

ધોરાજી ખોડલધામ સમિતિના પ્રમુખ વિમલભાઈ કોયાણી ભુપતભાઈ કોયાણી એ યાદીમાં જણાવેલ કે ધોરાજી ખોડલધામ સમિતિએ તારીખ ૧૭ ને ગુરુવારથી લેઉવા પટેલ સમાજ પરિવાર માટે કોરોના ના સામાન્ય લક્ષણો ધરાવનાર દર્દીઓને લેઉવા પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ધોરાજી માં પુરુષો તથા મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા વાળો કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેથી દાખલ થનાર દર્દીને સવારે નાસ્તો બપોરે સાંજે જમવાનું તેમજ બે ટાઈમ ચા પાણી હળદર વાળું દૂધ અને પીવા માટેનું ગરમ પાણી તેમજ ગરમ ઉકાળો તેમજ નાસ લેવા માટે ઇલેકટ્રીક મશીન ખોડલધામ સમિતિ દ્વારા તમામ વિનામૂલ્યે આપવામાં આવશે સરકારની હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ વિઝિટ કરવા આવશે અને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે જેથી કરીને લેઉવા પટેલ સમાજના કોરોના પોઝિટિવ દર્દીઓ ને આ લાભ લેવા બાબતે ખાસ જણાવવામાં આવ્યું છે ધોરાજી ખોડલધામ સમિતિના વિમલભાઈ કલ્યાણી ભુપતભાઈ કોયાણી નટુભાઈ વૈષ્ણવ સંજયભાઈ રૂપારેલીયા હેમતભાઈ પાનસુરીયા અને ભરતભાઈ હિરપરા આ બાબતે જહેમત ઉઠાવી રહેલ છે

ધોરાજી ખાતે ખોડલધામ સમિતિ ધોરાજી દ્વારા કોરોના સેલ્ફ isolation સેન્ટર નો ભવ્ય પ્રારંભ કરાયો ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં કોરોના નો રાફડો ફાટયો છે ત્યારે લોકોને સેલ્ફ isolation માટેની સમસ્યાઓ અનેક  થતી હતી જેને હિસાબે ડેપ્યુટી કલેકટર મિયાણી અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય અને અનુસંધાને   ખોડલધામ સમિતિ ધોરાજી દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કોરોના સેલ isolation સેન્ટરનો પ્રારંભ કરાયો હતો આ તકે ખોડલધામ સમિતિના પ્રમુખ વિમલભાઈ કોયાણી જણાવેલ હતું કે ફકત લેઉઆ પટેલ સમાજના ભાઈઓ બહેનો માટે ૧૦૦ બેડની કોરોના સેલ્ફ isolation સેન્ટર ચાલુ કરેલ છે જેમાં ૫૦ બહેનો અને ૫૦ ભાઈઓ માટેની અલગ અલગ વ્યવસ્થા રાખેલ છે જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ જમવાનું નાસ્તો ઉકાળો સહિતની વસ્તુઓ ખોડલધામ સમિતિ ધોરાજી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ અહીંયા નાસ લેવાનું મશીન ઓકિસજન મીટર તેમજ અન્ય સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવશે આતો કે સંસ્થાના વડા જણાવ્યું હતું કે સેલ્ફ isolationનો સમાજના લોકોને લાભ લેવા માટે નીચે જણાવેલ ફોન નંબર પર કોન્ટેકટ કરવો વિમલભાઈ કોયાણી ફોન નંબર૯૭૨૪૩૦૧૩૧૨ નટુભાઈ વૈષ્ણવ ફોન નંબર ૯૭૩૭૫૨૩૦૦૦ ભુપતભાઈ કોયાણી૯૮૭૯૦૨૪૯૫૬ નંબર પર કોન્ટેકટ કરવો

(11:55 am IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST