Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

હળવદ : પ્રેમલગ્ન કરનાર ખરાળીની યુવતીનું તેના પરિવારજનોએ અપહરણની કોશિષ કરી પોલીસની આંખમાં મરચું છાંટયું

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૭ : એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ નારાજ થયેલા તેના પરિવારજનોએ યુવતીના અપહરણની કોશિશ કરી પોલીસ પર મરચું છાંટીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે યુવતીએ પ્રેમલગ્ન કરતા આ અંગેની કોર્ટની. મુદતમાં હાજર થવા આવી ત્યારે યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરૂ ઘડીને યુવતીનું અપહરણ કરવાની અને લૂંટની કોશિશ કરતા પોલીસે તેમને અટકાવવા જતા આરોપીઓએ પોલીસ પર મરચું છાંટયું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વિગતો મુજબ વઢવાણ તાલુકાના ખેરાળી ગામની યુવતી ગોપીકાબેન હાર્દિકભાઈ બાવરવા ઉ.વ.૧૯ તેના પરિવારજનો માનસંગભાઈ ગણેશભાઈ રંગાડીયા, કૈલાસબેન માનસંગભાઈ રંગાડીયા, નિરૂપાબેન શામજીભાઈ રંગાડીયા, ગીતાબેન પ્રવીણભાઈ રંગાડીયા, વનીતાબેન અશોકભાઈ રંગાડીયા, અનસોયાબેન અનિલભાઈ રંગાડીયા, જોશનાબેન અશ્વિનભાઈ લકુમ, શામજીભાઈ ભીખાભાઇ રંગાડીયા, અશોકભાઈ દેવજીભાઈ રંગાડીયા, પ્રવીણભાઈ ગણેશભાઈ રંગાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે યુવતીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોય આ બાબતે કોર્ટનું સમન્સ આવતા ગઈકાલે તે હળવદ કોર્ટની મુદતમાં હાજરી આપવા આવી હતી. યુવતીના પ્રેમલગ્ન તેના પરિવારજનોને મંજૂર ન હોવાથી નારાજ થયેલા પરિવારજનોએ અગાઉથી જ યુવતીનું અપહરણ કરવાનો પ્લાન ગોઠવ્યો હતો અને આરોપીઓ પેટ્રોલ, ધોકા સાથે આવી કોર્ટના ગેટ પાસેથી યુવતીએ ગળામાં પહેરેલું રૂ.૪૦ હજારની કિંમતીનું સોનાનું મંગળસૂત્રની લૂંટ કરી યુવતીનું અપહરણ કરવાની કોશિશ કરતા પોલીસ આવી જવાથી પોલીસે આરોપીઓને અટકાવતા આરોપીઓ પોલીસ પર મરચું છાંટીને ભાગી ગયા હતા.

જોકે આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:58 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST