Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જૂનાગઢમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ

ભાજપના કાર્યકરોએ કર્યું રક્તદાન: અંદાજિત 70 યુનિટ જેટલું રકત એકત્રિત થયું

જૂનાગઢ : વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં સેવા સપ્તાહ નામનો કાર્યક્રમ યુવા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢમાં રેડક્રોસ ખાતે બુધવારના રોજ રક્તદાન કેમ્પ કરીને મોદીના જન્મદિવસની અગાઉ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

  ભાજપના કાર્યકરો રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા અને અંદાજિત 70 યુનિટ જેટલું રકત એકત્રિત થયુ હતું. જેને જરૂરિયાત મંદ થેલેસેમિયા અને કોરોના સંક્રમણ હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. વડાપ્રધાન મોદીની દેશસેવા જન-જન સુધી પહોંચી રહી છે. આવી પરિસ્થિતિમાં મોદીના જન્મદિવસને રક્તદાન કેમ્પ થકી ઉજવવામાં આવ્યો હતો. અહીંથી એકત્ર થતું લોહી કોઈના જીવનને નવજીવન બક્ષી શકે તે માટે યુવા ભાજપે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

(12:09 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST