Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ગટરના પ્રશ્ને મોટા લીલીયા ગામ બંધ : મંજુરી ના મળવા છતાં ધારાસભ્ય દુધાતના ધરણા : ૧૦ વર્ષ જુની સમસ્યા

સાવરકુંડલા, તા. ૧૭ : ગુજરાત સરકાર વિકાસ અને વાય બ્રાન્ટ ગુજરાત ની ગુલબાંગો ફેંકવામાંથી નવરી પડતી નથી અને મોટી મોટી વાતો કરનાર ની સરકાર માં પ્રજા હેરાન પરેશાન થઈ રહીછે

સાવરકુંડલા લીલીયા મત વિસ્તાર નું મોટા લીલીયા ગામે છેલ્લા ૧૦ વર્ષ થી ગટર ના પ્રશ્ન અંગે ગામજનો એ રજૂઆતો કરી છતાં પણ ગટર નો પ્રશ્નો હલ ન થયો અને ૧૫ હજાર ની જનતા દિનપ્રતિદિન યાતનાઓ ભોગવી રહી છે અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી.

ત્યારે લીલીયા ની જનતા એ લીલીયા ગામ બંધ રાખીયું છે અને સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે મામલતદાર કચેરી સામે પ્રતીક ધરણા શરૂ કરેલ છે સરપંચ થી સંસદ સુધી ભાજપનું શાસન છે છતાં પણ ગટરનો પ્રશ્નો દૂર થતો નથી ધરણા કરવા માટેની મજૂરી આપવા માં નથી આવી છતાં પણ લોકશાહીમાં વ્યવસ્થા માં જનતા હિત માટે આંદોલન કરવું એ વિપક્ષ અને ધારાસભ્ય તરીકે નૈતિક ફરજ હોવાથી તેઓએ વહીવટ તંત્ર ની મંજૂરી વગર અને જનતાની મજૂરીથી પ્રતીક ધરણા કરેલ છે આ અંગે વધુમાં કહેલ કે લીલીયામાં ગટરના પ્રશ્ને અનેક વાર રજુઆત કરી રહ્યા છે અને ગુજરાત હાઇકોર્ટ ના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂનો પ્રશ્નની ઉકેલ લાવવામાં આવતો ન હોય તેથી અંતે માર્ગે આંદોલન કરવા નું નક્કી કરવા માં આવેલ.

(12:57 pm IST)