Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પોરબંદરમાં કોરાનાથી વધુ એકનું મોત : અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક પ૦ : નવા ૩ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :  કોરોનાની સારવાર દરમિયાન વધુ એક પુરૂષ દર્દીનું મોત નીપજયું હતું. જિલ્લામાં કુલ મૃત્યુઆંક પ૦ પહોંચ્યો છે. કોરોના પોઝિટીવના નવા ૩ કેસ આવ્યાં છે. ગઇકાલે કોરોનાના ૯૭ કેસના સેમ્પલ લીધા હતા. જેમાં ૯૪ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ હતા.

કોરોનાના નવા પોઝીટીવ ૩ કેસમાં વ્હોરાવાડામાં ૧૮ વર્ષના યુવક, બીરલા કોલોનીમાં પ૮ વર્ષના પુરૂષ તથા કડિયા પ્લોટમાં ૭૮ વર્ષના વૃધ્ધાનો સમાવેશ થાય છે.

કોરોનાની સારવાર દરમિયાન ૧૪ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ કોરોનાના ર૦ દર્દીઓ તથા હોમ આઇસોલેશનમાં ૧ વ્યકિત રહેલ છે.

(1:02 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST