Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આદિત્યાણાની દાદર સીમમાંથી જુગાર રમતા પ શખ્સો ૬૨ હજારની રોકડ સાથે ઝડપાયાં

પોરબંદર, તા.૧૬: આદિત્યાણાની દાદર સીમમાંથી જુગાર રમતા પ શખ્સોને ૬૨૫૦૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડયા હતાં.

એલસીબી પોલીસના પી.આઈ એમ એન દવેની સૂચના અને માર્ગદર્શન મુજબ દિલીપભાઈ મોઢવાડિયાની ચોક્કસ બાતમીના આધારે આદિત્યાણા દાદર સીમવિસ્તાર મા આરોપી કાંધા રણધીર ભાઈ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો ને બોલાવીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉદ્યરાવીને જુગારનો અખાડો ચલાવે છે તે જગ્યાએ રેડ કરતા આરોપી નં (૧) કાંધા રણધીરભાઈ ખુટી આદિત્યાણા વાળા (૨) વિજય રાણાભાઇ ખુટી મીલ પરા શેરી નંબર ૭ (૩) વનરાજ રાજાભાઈ ખુટી આદિત્યાણા શિવ હોટલ પાસે(૪) હરદાસ નાગા ભાઈ ઓડેદરા મારુતિ નગર સોસાયટી પોરબંદર (૫) રામા નાથા મોઢવાડિયા કોલીખડા વાળા આ તમામને જુગારના સાહિત્ય સાથે રૂપિયા ૬૨૫૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા ૧૨૦૦૦ તથા મોટર સાયકલ નં ૨ કિંમત રૂપિયા ૪૦૦૦૦ કુલ મુદ્દામાલ રૂપિયા૧૧૪૫૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એલ.સી.બી પોલીસનાં પી.આઇ એમ એન દવે એ.એસ.આઇ રમેશભાઈ જાદવ બટુકભાઈ વિંઝુડા રવિભાઈ ચાઉ ગોવિંદભાઈ મકવાણા દિલીપભાઈ મોઢવાડિયા સ્ટાફ જોડાયેલા હતા.

(1:10 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST