Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જુનાગઢમાં જુગાર રમતા દંપતી, ૪ મહિલા સહીત ૯ શખ્સો ઝબ્બે

જુનાગઢ, તા., ૧૭: જુનાગઢમાં જુગાર રમતા દંપતી તથા ૪ મહિલા સહીત ૯ શખ્સોને પોલીસે રૂ.૬૧ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ વૈભવ પાર્ક બ્લોક નં. ૪માં રહેતા પુષ્પાબેન વજુભાઇ આટોદરીયા (ઉ.વ.પ૩) તેના રહેણાંક મકાને જુગાર રમાડતા હોવાની બાતમી મળતા બી ડીવીઝનના જમાદાર પટેલભાઇ બાવનજીભાઇ વગેરેએ ગઇ સાંજે  દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે પુષ્પાબેન તથા તેમના પતિ વજુભાઇ છગનભાઇ આટોદરીયા ઉપરાંત કેશોદના જેશા કારાભાઇ કોડીયાતર, પાડોદર ગામનો કમલેશ ભીખાભાઇ મિયાત્રા, કેશોદનાં રાણીબેન કરશન ભારાઇ, જુનાગઢ દિપાંંજલીબેના લીલાબેન પાલાભાઇ કરમુર, જુનાગઢ હર્ષદનગરના ઇમરાનાબેન રફીક પઠાણ અને ભેસાણનાં રમળીયા ગામનો રવજી ખીમજીભાઇ ખુમાણ સહીત ૯ જણાને રૂ. રપ૧૪૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ મોબાઇલ અને મોટર સાયકલ સહીત કુલ રૂ. ૬૧,૧૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(1:17 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST