Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓખા-ભૂંગામાંથી ગેરકાયદેસર ૧૧ બેરલ ડીઝલ અને દારૂ ઝડપાયો

રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદિપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોષી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા ઇસમોને પકડી પાડી કડક કાર્યવાહી કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. ચાવડાને સુચના કરતા એલ.સી.બી. ટીમ દ્વારકા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ મારૂ અને બલભદ્રસિંહ ચુડાસમા નાઆને મળેલ બાતમી આધારે દ્વારકા નરસંગ ટેકરી વિસ્તારમાં આલાભા દેવૂભા માણેકના મકાને રેડઇડ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિ. રૂા. ૧૪,૪૦૦/-નો મુદ્દામાલ પકડી પાડેલ હેડ કોન્સ. બલભદ્રસિંહ ગોહીલએ એ.એસ.આઇ. અજીતભાઇ એલ. બારોટ રૂબરૂની ફરીયાદ આપી દ્વારકા પો. સ્ટે. ગુનો રેકર્ડ કરાવી. ફરારી આરોપીને પકડી પાડવા તજવીજ ચાલુ છે.

એ.એસ.આઇ. અજીતભાઇ બારોટ, પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ મારૂ અને બલભદ્રસિંહ ચુડાસમા નાઓને સંયુકતમાં મળેલ બાતમી આધારે મુસ્તાકભાઇ ઇશાભાઇ સોઢા રહે. ઓખા ભૂંગા ના મકાને રેઇડ કરી બીલ વગરનો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો બેરલ-૧૧ કુલ ડીઝલ લી. રર૦૦ કિ. રૂા. ૧પ૮૪૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી આ ગેરકાયદેસરના બીલ વગરનો ડીઝલનો જથ્થો જપ્ત કરી. ઓખા મરીન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી. આ ડીઝલનો જથ્થો કયાથી અને કેવી રીતે મેળવેલ ? તે બાબતે તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. વી.એમ. ઝાલા નાઓની સુચનાથી એ.એસ.આઇ. અરવિંદભાઇ નુકમ, બીપીનભાઇ જોગલ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. બલભદ્રસિંહ ગોહીલ, મસરીભાઇ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(11:39 am IST)