Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

હળવદ : પરણીતાને અન્ય સ્ત્રી સાથે સંબંધ નહિ રાખવા સમજાવતા પતિ-સાસુએ ત્રાસ આપ્યો

મોરબી, તા. ૧૭ :  હાલ હળવદમાં સરા રોડ નજીક રહેતા અને અમદાવાદ એ.સે ચાર રસ્તા ભગીરથસોસાયટી નજીક સાસરિયે રહેલ સોનલબેન જીગરભાઈ ચૌહાણ એ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ જીગરભાઈ નગીનભાઈ ચૌહાણને અન્ય સ્ત્રી સાથે સંબંધો હોય જે સંબધો નહિ રાખવા ફરિયાદી સોનલબેને સમજાવતા પતિ તેમજ સાસુ ને સારું નહિ લાગતા જેના કારણે આરોપી પતિ જીગરભાઈ અને સાસુ મંજુબેન નગીનભાઈ ચૌહાણએ અવારનવાર મેણા-ટોણા મારી મારકૂટ કરી શારીરિક માનસિક દુખ ત્રાસ આપ્યા હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.

(11:53 am IST)