Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ખંભાળિયામાં ચાર સહિત છ નવા કોરોના પોઝીટીવઃ ત્રણ ડિસ્ચાર્જ થયા

ખંભાળીયા તા. ૧૭ : દ્વારકા જીલ્લામાં ગઇકાલે છ નવા પોઝીટીવ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયામાં ચાર  તથા દ્વારકા અને ભાણવડમાં એક એક નોંધાયા છે.જયારે ત્રણ ડિસ્ચાર્જ થયા છે. જેમાં દ્વારકાના બે તથા ખંભાળિયાની એકનો સમાવેશ થાય છે.

ખંભાળિયામાં ગાયત્રીનગર, રેલ્વે સ્ટેશન રોડ, મોવી શાળ તથા હીન્દ સ્ટોર પાસે રાવલપાડો તથા તલાટી શેરી દ્વારા તથા હવેશ્વત મહાદેવ પાછળ ભાણવડનો સમાવેશ નવા કેસમાં થાય છે.

ચાર કન્ટેટમેન્ટ ઝોન જાહેર

દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જીલ્લામાં ચાર નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છેજેમાં જગદીશ તુલસીભાઇ ચાવડાનું ઘર મોચીવાળ, હરમુખ કિશોરભાઇ ચાવડાનું ઘર ગગવાઇ ફળી, જયસુખ કોશીયાનું ઘર હવેેશ્વત મહાદેવ પાસે ભાણવડ તથા ડાલ્ડા બંદર ઓખાનો સમાવેશ થાય છે.

(12:45 pm IST)