Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સુરેન્દ્રનગર જિલ્લા ની લીંબડી વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ના ભત્રીજાઅપક્ષ ઉમેદવાર કોળી સમાજના યુવા આગેવાન ગોપાલ મકવાણાનું ફોર્મ અધુરી વિગતો ના કારણે ચકાસણી દરમિયાન રદ : ચકાસણી દરમિયાન ૯ ઉમેદવાર ના ફોર્મ રિજેક્ટ થયા : ૧૪ ઉમેદવાર વચ્ચે લીમડી વિધાનસભા ની પેટા ચૂંટણીનો જંગ જામશે

વઢવાણ,:::સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી વિધાનસભા ઉપર પેટા વિધાનસભા ની તારીખ 3 નવેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે બીજી તરફ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં ૨૩ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ના સેવા સદન સાથે ૨૩ જેટલા ઉમેદવારોએ લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા.

   વજેમાં ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ હોવાના કારણે એક જ દિવસમાં કાલના દિવસમાં ૧૮ જેટલા ફોર્મ ઉમેદવારોએ લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ભરવામાં આવ્યા હતા ત્યારે આજે ભરેલા ફોર્મની ચકાસણી લીંબડી સેવા સદન ખાતે લીમડી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારથી લીંબડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં જે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક નોંધ આવ્યા છે તેમની ઉમેદવારી પત્રક માં પૂરી વિગત અને પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેની ચકાસણી ની કામગીરી આજે વહેલી સવારથી જ લીંબડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જેમાં આ ચકાસણી દરમ્યાન જે 23 લોકો એ લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા તેમના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવતા 9 જેટલા ફોર્મ માં ખૂટતી વિગતો અને પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોળી આગેવાનોને બંને પક્ષ દ્વારા ટીકીટ ન આપતા કોળી સમાજના આગેવાન અને ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા ના ભત્રીજા ગોપાલભાઈ મકવાણા દ્વારા અપક્ષ માં ઉમેદવારી લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં નોંધાવવામાં આવી હતી.

        ત્યારે લીંબડી બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ સર્જાવાના એંધાણ વર્તાય રહ્યા હતા ત્યારે આજે ચકાસણી દરમ્યાન ફોર્મ માં ખૂટતી વિગત હોવાના કારણે અને તે ટેકેદાર નામમાં ભૂલ હોવાના કારણે ગોપાલભાઈ મકવાણાનું ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું છે ત્યારે જે એંધાણ ત્રિપાંખિયો જંગ સર્જવાના લીમડી વિધાનસભાની બેઠકમાં હતા તે હવે સ્પષ્ટ વર્તાય રહ્યા છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ ખેલાશે તે ઉપરાંત અન્ય ૧૨ જેટલા અપક્ષ ઉમેદવારો લીમડી વિધાનસભાની પેટા ચૂંટણી માં ઉમેદવારીપત્રકો પાસ કરવામાં આવ્યા છે.

        ત્યારે કોળી સમાજના આગેવાન  ગોપાલભાઈ મકવાણાનું ફોર્મ રદ થતાં કોળી સમાજમાં ચિંતા ફેલાઈ  છે. ત્યારે હજુ જે આ પક્ષમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે ફોર્મ પાછા ખેંચવાના પણ એંધાણ વર્તાઇ રહ્યા છે..

 

 

(2:10 pm IST)