Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ધારી અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ : શાપર ગામની નદીમાં ઘોડાપુર

અમરેલીના વિઠ્ઠલપુર, ખંભાળીયા, પીઠવાજાળ, ફતેપુર, ગાવડકા સહિતના ગામોમાં વરસાદ : પાછોતરા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

અમરેલીના બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુડાવડ તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે શાપર ગામની સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. પુરના પાણીને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર, ખંભાળીયા, પીઠવાજાળ, ફતેપુર, ગાવડકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે

આ ઉપરાંત ધારીના ગોપાલગ્રામ, આંબરડી, ચલાલા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.. આ ઉપરાંત નાના ભંડારીયા, પીપળલગ, વેણીવદરમાં પણ વરસાદ પડ્યો હતો. પાછોતરા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(8:16 pm IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST