Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટઃ મોરબી અને ટંકારામાં કોંગ્રેસની બેઠક

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જીલ્લા નિરીક્ષકે બગથળા અને ટંકારાની મુલાકાત લીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડદ્યમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણી જંગ માટેની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે મોરબી ખાતે બે જીલ્લા પંચાયત બેઠકો પર કોંગ્રેસ અગ્રણી અને જીલ્લા નિરીક્ષક ટીમે મીટીંગ યોજી હતી.

ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા અને જીલ્લા નિરીક્ષક કરણસિંહ જાડેજા આજે મોરબી પધાર્યા હતા જયાં મોરબીની બગથળા અને ટંકારા જીલ્લા પંચાયત ખાતે બેઠક યોજી હતી તો મીડિયા સાથે વાતચીતમાં અર્જુનભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ મહા જનસંપર્ક અભિયાન શરુ કર્યું છે અને ગુજરાતભરમાં ૭૦૦૦ બેઠકો યોજાશે જે અંતર્ગત આજે જીલ્લા પંચાયતની બગથળા અને ટંકારા બેઠક ખાતે કાર્યકરો સાથે મીટીંગ યોજી હતી તો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ખેડૂત અને ગામડા વિરોધી ભાજપ સરકાર છે ખેડૂતોને વર્ષ ૨૦૦૮-૦૯ માં જે ભાવો મળતા તે ભાવો આજે મળતા નથી તો ખર્ચ બમણો થયો છે શિક્ષણ અને આરોગ્ય સેવા મોંદ્યી થઇ છે તો સરકાર કૃષિ વિરોધી કાયદા લાવી છે જેના વિરોધમાં ખેડૂત આંદોલન ચલાવી રહ્યા છે જેને કોંગ્રેસ સમર્થન આપે છે તો જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે દરેક બેઠક પર ૩-૪ ઉમેદવારો રેસમાં છે તેમણે ટંકારા તાલુકા પંચાયતની તમામ ૧૬ બેઠક તેમજ જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો બેઠકમાં કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(11:53 am IST)