Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

એસ્સાર પોર્ટસે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ઘિ જાળવી રાખી

એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૦ના ગાળામાં કુલ ૩૬.૫ એમટી કાર્ગોનું: નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૭ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યુઃ દેશમાં આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડવાથી અને ખાસ કરીને સ્ટીલ, પાવર અને ખાણ ક્ષેત્રોમાં કામગીરીમાં વધારો થવાથી વૃદ્ઘિ જોવા મળી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: ખાનગી ક્ષેત્રની પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર  કંપની એસ્સાર પોર્ટ્સે આજે જણાવ્યું હતું કે, કંપનીએ ડિસેમ્બર, ૨૦૨૦માં પૂર્ણ થયેલા નવ મહિનામાં ૩૬.૫ મિલિયન ટન (એમટી)નું કુલ કાર્ગો સંચાલન કર્યું હતું, જે માટે પાવર અને સ્ટીલ ઉદ્યોગની માગ મુખ્ય પ્રેરકબળ બની હતી તેમજ સી-૧૯ રોગચાળા સામે લડવા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અગાઉ અર્થતંત્રમાં સુધારાના સંકેત જવાબદાર હતા.

કંપનીએ ડિસેમ્બર, ૨૦૨૦માં પૂર્ણ થયેલા ત્રણ મહિનામાં ૧૨.૭ એમટી કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે અગાઉના ત્રિમાસિક ગાળા જેટલું હતું. કંપનીએ સી-૧૯ રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારોને ઝીલવા પ્રયાસ કરી રહી છે.

એસ્સાર પોર્ટ્સ લિમિટેડના સીઇઓ અને એમડી શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન કેટલાંક પડકારોનો સામનો કરવા છતાં એસ્સાર પોર્ટ્સની વૃદ્ઘિ જળવાઈ રહી છે. નવ મહિનામાં અમારા કાર્ગો સંચાલનની કામગીરી પોર્ટે આર્થિક કામગીરી જાળવવા અને 'આત્મનિર્ભર ભારત' માટે ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો પુરાવો છે. અમે હવે કોવિડ પછીના ગાળામાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન પૈકીના એકમાં ભૂમિકા ભજવવા આતુર છીએ. અમને આગામી થોડા મહિનાઓમાં અર્થતંત્રમાં સુધારો થવાની અને માંગ ફરી વેગ પકડવાની અપેક્ષા છે.

(12:57 pm IST)