Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કેશોદની વણપરીયા કન્યા વિદ્યામંદિરમાં શૈક્ષણીક કાર્ય રાબેતા મુજબ શરૂ

ગઇકાલે ૧૧ વિદ્યાર્થીને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા શાળા બિલ્ડીંગમાં સેનેટાઇઝ કરાયું: ૧૦૯ વિદ્યાર્થીઓની શાળામાં હાજરી જિલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાયએ આપેલી વિગતો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.,૧૯: ગઇકાલે જુનાગઢ જિલ્લાના કેશોદની વણપરીયા સ્કુલની ૧૧ વિદ્યાર્થીનીઓને એક સાથે કોરોના થતા ચિંતા પ્રસરી હતી.

જિલ્લા શિક્ષણાધીકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે હાલ ધો.૧૦ અને ૧રનું શૈક્ષણીક કાર્ય શરૂ કરાયું છે. ત્યારે કેશોદની શાળામાં ગઇકાલે ૧૧ વિદ્યાર્થીનીઓને કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવતા તેઓને હોમ કવોરન્ટાઇન કરી સારવાર આપવામાં આવી રહી છે અને ગઇકાલે જ શાળાનું બિલ્ડીંગ હોસ્ટેલ સેનીટાઇઝ કરવામાં આવેલ છે. અને આજ સવારથી શાળાનું શૈક્ષણીક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે.

અને ધો.૧૦ અને ૧રની ૧૦૯ દિકરીઓ ઉત્સાહ પુર્વક ઉમળકા સાથે શૈક્ષણીક કાર્યમાં જોડાય છે. શ્રી આર.એસ.ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે આ શાળામાં ધો.૧૦માં ૧૪૪ વિદ્યાર્થીની છે. જેમાંથી આજે ૬૪ હાજર રહેલ તેમજ ધો.૧રમાં ૧૧૮ની સંખ્યા છે. તેમાંથી ૪પ હાજર રહેલ. આમ બીજે જ દિવસથી શૈક્ષણીક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે.  અને વાલીઓએ પણ આ કોરોનાની મહામારી સામે ડર્યા વગર સાવચેતી રાખી નિર્ભય બની પોતાના સંતાનોને શાળાએ મોકલવા જોઇએ અને સંતાનોને કોરોના સામે જાગૃત રહે તે માટે કાળજી લેવા અને શાળા પરીવારના કર્મચારીઓ શિક્ષકોએ પણ કોરોના સામે જાગૃત રહી શૈક્ષણીક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવા બદલ શ્રી ઉપાધ્યાયેએ બિરદાવ્યા હતા

(1:23 pm IST)