Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ભાવનગરના માઢીયા ગામની પરીણીતાને આપઘાતની ફરજ પાડવાના કેસમાં સાસુ અને જેઠાણીને સાત વર્ષની સજા

તસ્વીરમાં સજા બાદ પોલીસ બંદોબસ્તના કબજામાં સાસુ-જેઠાણી દર્શાય છે.

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૯:  બે વર્ષ પૂવે ભાવનગર નજીકના માઢીયા ગામે પરીણિતાને મેણા ટોણા મારી મરવા મજબુર કર્યાનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારોની દલીલો, પુરાવાઓ ધ્યાને રાખી ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ મૃતકના સાસુ અને જેઠાણીને કસુરવાર માની સાત સાત વર્ષની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.

માઢીયા ગામે રહેતી સોનલબેન બુધેશભાઈ રાઠોડ ઉ.વ.૨૫ નામની પરીણિતાને લગ્ન બાદ તેના સાસરીયાઓ જેમા ખાસ કરીને સાસુ-સસરા અને જેઠ-જેઠાણી તુ અમને ગમતી નથીતેમ કહી મેણા ટોણા મારી મારઝુડ કરતા અને શારિરીકતથા માનસિક ત્રાસ આપતા હોય સોનલબેને ગત તા.૭-૨ના રોજ જાતે સળગી જતા તેમને સારવાર અર્થ દાખલ કરાયેલ.જ્યાં તેમને સાસુ જયાબેન ગોબરભાઈ રાઠોડ, સસરા ગોબરભાઈ રાઠોડ, જેઠ વિજયભાઈ ગોબરભાઈ રાઠોડ તથા જેઠાણી ઉષાબેન વિજયભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરોયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધેલ હતો. આ અંગેનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારો વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી અદાલતે સાસુ જયાબેન અને જેઠાણી ઉષાબેનને કસુરવાર ઠેરવી સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. અને સસરા ગોબરભાઈ તથા જેઠ વિજયભાઈને નિર્દોષ છોડી મુકાયા હતા.

(12:57 pm IST)