Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જસદણ ન્યાયાલયમાં કોરોનાથી સુરક્ષિત રહેવા માર્ગદર્શન અપાયુ

( વિજય વસાણી દ્વારા )આટકોટ તા.૧૯ :  જસદણ ન્યાયાલયમાં કોરોના વાયરસથી બચવા માટે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેટલી બાબતની કાળજી રાખવી જોઈએ તેના માટે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળના માર્ગદર્શન નીચે જસદણ તાલુકા કાનૂની સેવા સત્ત્।ા મંડળ દ્વારા જસદણ ન્યાયાલયમાં જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વેપારી અગ્રણીઓ, સામાજિક આગેવાનો, વકીલો,જસદણ ન્યાયાલયનો તમામ કર્મચારીગણ તેમજ જસદણ પોલીસ સ્ટેશનના P.S.I. કોડિયાતરે હાજરી આપેલ.

જસદણ ન્યાયાલયના  નામદાર પ્રિંન્સિપાલ અને સિનિયર સિવિલ ચીફ જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ - પી.એન.નવીન સાહેબ તેમજ એડી.ચીફ જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ-એસ.એસ જાની સાહેબે વૈશ્વિક બીમારી કોવિડ-૧૯ થી આપણે અને આપણા પરિવારને સુરક્ષિત રાખવા માટે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી અને માર્ગદર્શન આપેલ.

આ તકે માસ્કનું વિતરણ પણ કરવામાં આવેલ તેમજ જસદણ ન્યાયલયમાં સોશિયલ ડિસ્ટન તેમજ માસ્ક ફરજીયાત પહેરવુ, હાથ સેનેટરાઈઝ કરવા જેવી બાબતનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી.

 અગાઉ તમામ કર્મચારીગણ અને હાજર વકીલોનો કોરોના ટેસ્ટ કરવામાં આવેલ પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવેલ તે બાબત પણ જણાવવામાં આવેલ.

  આ કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન જસદણ ન્યાયાલયના કાનૂની સેવા સત્ત્।ા મંડળના પેનલ એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:50 am IST)