Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વિંછીયા યાર્ડ ખાતે ફાર્મર શેડનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુર્હુત

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૧૯ : વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને વિવિધ પ્રકારની સેવા મળી રહે તે માટે ગુજરાત રાજય સરકારશ્રીની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ૧૦૦ % સહાય યોજના અન્વયે ૫૦ લાખના શેડના બાંધકામના કામનું ખાત મુહૂર્ત કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે કરાયુ હતું. ફાર્મર શેડની ૬૦ મીટર લંબાઈ,૨૬ મીટર પહોળાઈ,૧૪ ફુટ ઊંચાઈ ડોમ ગેલવેનાઈઝ રૂફ ધરાવતા ખેડૂત શેડનું હૈયાત ઓટા ઉપર બાંધકામ થશે. આ ખેડૂત શેડ તૈયાર થઈ જતા ખેડુતોની સગવડતામાં ઉમેરો થશે.અને વરસાદ તડકો વગેરે કુદરતી પરિબળો સામે ખેડૂતોના માલનું રક્ષણ થશે.તેમજ માલ ખરીદી કરતા વેપારીઓને પણ પૂરતી સગવડતા રહેશે. ઉલ્લેખનીય છે કે વિછીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, ઉપ પ્રમુખ વશરામભાઈ કોરડીયા અને બોર્ડ ઓફ ડિરેકટરોની સક્રિયતા અને સખત મહેનતને કારણે વિછીયા માર્કેટિંગ યાર્ડને ધમધમતું કરવા સતત પ્રયાસોને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી, ચણાની ખરીદી વગેરે જેવા કાર્યોથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.આ પ્રસંગે વિછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, ઉપ પ્રમુખ વશરામભાઈ કોરડીયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ મનહરભાઈ વિરજા, છગનભાઈ રોજાસરા, ઠાકરશીભાઈ ગોહિલ, ધીરુભાઈ વાસાણી, જેઠાભાઈ ચાવડા, વશરામ ભાઈ રાઠોડ, દિલીપભાઈ ઉમરાણીયા, બીપીનભાઈ જસાણી, રમેશભાઈ ધોરીયા, પોપટભાઈ ગીગાણી, દિલીપભાઈ બાવળીયા,સેક્રેટરી આર જી કાનેટીયા,મુખ્ય અતિથિ ઓ ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળિયા, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, વિછીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચોથાભાઈ ભડાણીયા તેમજ વિછિયા તેમજ આજુબાજુના વેપારીઓ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ ત્રિવેદીએ કર્યું હતું

(10:51 am IST)