Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પોરબંદરની માપલાવાડીમાં ફેઇઝ-ર બંદર માટે ઢીલી કામગીરી

નવાબંદરનું કામ વહેલીતકે શરૂ કરવા માંગણી : બંદરનું વિભાજન બાદ કેટલોક ભાગ ફિશરીઝને સોંપાયો : બંદર ઉપર ડાયરેકટ બર્થીંગ સહિત કુદરતી સુવિધા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખારવા સમાજની ધારદાર રજૂઆત સામે જૂના જેટ્ટી બંદર માપલા વાડી ખાતે ફીશરીઝ હાર્બર ફેઇઝ-ર  બનાવવા વચન આપેલ છે પરંતુ ફીશરીઝ હાર્બર નિર્માણ કાર્યમાં ઢીલ થતી રહે છે. જયારે પાછલે બારણે કેટલીક એવી વ્યકિતઓ સમાજની વિશ્વસનીયતા ઠેંસ પહોચાડી રહી છે. મેરીટાઇમ બોર્ડ પાસેથી પોરબંદર બારમાસી બંદરનું વિભાજન કરી ખંડીત કરી મહત્વનો વિભાગ ફીશરીઝ વિભાગને સોપી આપેલ છે ત્યારથી પોરબંદરના જૂના અને નવા જેટી બંદરના વિકાસને ગ્રહણ લાગ્યુ છે બંને બંદરોને મુરઝાવી નાખેલ છે. રાષ્ટ્રીય હુંડીયામણની પણ મોટી ખોટ ભોગવવાનો વારો આવ્યો છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ગાંધીનગર પ્રેશર આપી કોઇપણ સંજોગોમા ફીશરીઝ હાર્બર ફેઇઝ - ર કુછડીમાં જ બનાવવાનુ કામ ગતિમાં ચાલી રહ્યુ છે. મોટાભાગની વહીવટી કામગીરી પુર્ણ થઇ ગયેલ છે.નવ ટેબલની કામગીરી પુર્ણ થઇ માત્ર ચાર ટેબલની કામગીરી બાકી છે મુખ્યમંત્રીશ્રીની સહી મંજુરી માટે સાધનીક કાગળો મુખ્યમંત્રીશ્રીના ટેબલ સુધી પહોચાડવાની ચર્ચા છે.

પોરબંદર જુનુ બંદર સીઝની હતુ ત્યારે વિહરતુ હતુ. સરકારના મોભીઓએ વાણી વિલાસ બંધ કરી અને બોટ એશોસિએશન તથા સમાજની લાગણી ધ્યાને રાખી કુછડી ફેઇઝ ફીશરીઝ હાર્બર - ર કેન્સલ કરી માપલા વાડીનું વહેલી તકે કામ શરૂ થાય માંગણી સંતોષાય તે દિશામાં વહેલી તકે વિકાસના દ્વાર ખોલવા મંજુરી આપી માપલા વાડી કામ શરૂ કરાવે તેવી માંગણી છે.

હિન્દુસ્તાન સ્વતંત્ર થયા પહેલા પોરબંદરના સ્વ.રાજવી મહારાજા નટવરસિંહજી હાલ કોસ્ટગાર્ડ હેડકવાર્ટર તે જગ્યાએ બારમાસી જેટી બંદર બનાવવા અમેરીકન કંપની સાથે વાટાઘાટ કરેલ તે દિશા પ્રગતિ પણ સંધાણી હતી અમેરીકન કંપની તે સમયે રૂ. ર કરોડ જેટી બાંધી આપવામાં માંગેલ ત્યારે પોરબંદર રાજય પાસે આર્થિક મુશ્કેલી હતી અને બીજી તરફ હિન્દુસ્તાનની સ્વતંત્રતાની અહિંસક લડત રાષ્ટ્ર પિતા પુ.મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે. ન.પા. શતાબ્દીના સંભારણા અંકમાં પોરબંદર બંદરના વિકાસની જે ઝલક આપી છે

માધવાણી કોલેજ નિવૃત પ્રિન્સીપાલ પી.એચ.જોશીએ એક ઔદ્યોગીક ઝલક પોરબંદર વિશે નોંધનીય માહિતી આપેલ તેના અંશો પ્રસ્તુત છે. અરબી સમુદ્ર પરનું આ બંદર ૨૧-૩૮' ઉતર અક્ષાંશ અને ૬૯-૩૭ પૂર્વ રેખાંશ પર આવેલ છે. ભારતના પશ્ચિમ કિનારા અને યુરોપના બંદર્સ વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર આવેલુ છે. અરેબિયા, આફ્રિકા અને પશ્ચિમ ગલ્ફના બંદરો સાથે વેપાર કરવા માટે તે ઘણુ જ સુયોગ્ય બંદર છે.

જૂન ૧૯૭૮માં બારમાસી બંદર તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યુ તેની પાછળ કુલ ખર્ચ ૧૭ કરોડ રૂપિયા છે. આ બંદરેથી જે તે સમયના પાંચ વરસના આંકડા મુજબ વાર્ષિક સરેરાશ ર થી ૩ લાખ ટન માલની હેરફેર આયાત નિકાસની થાય છે. આ બંદર એક અદ્યતન સુવિધા ધરાવતુ બંદર છે. દર વર્ષે તે પાંચ લાખ ટન માલની હેરફેર કરી શકે તેવી તેની ક્ષમતા છે. જે તે સમયની વર્તમાન ક્ષમતામાં વધારો થઇ શકે તેમ છે.

જે તે સમયે નિકાસમાં સોડા એશ, રસાયણો, ખોળ, સીંગદાણા, ચુનાના પથ્થરો, ફ્રોઝન ફીશ, બોક્ષસાઇટ ડુંગળી અને ફળફળાદી નમક છે. જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઇરાની અખાતના દેશો, ફ્રાન્સ, બ્રિટન, હોલેન્ડ, ઇટલી, પુર્વ જર્મની, ઝકોરલોવેકીયા, બલ્ગેરીયા, રશિયા, પોલેન્ડ, અલ્જીરીયા, પનાતા, કેનેડા અને ગલ્ફના દેશો સાથે આયાત નિકાશ થાય છે.

ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે પોરબંદર જે કુદરતી સગવડતાઓ ધરાવે છે તે બેનમુન છે રેતીનો ભરાવો દૂર કરાય છે તેની સલામતીની પાકી વ્યવસ્થા થાય. (રાઉન્ડ ધ કલોક ડ્રેજીંગ વ્યવસ્થા રાજયના સમયની ગોઠવાયેલ હતી હાલ શૂન્ય અવકાશ છે. માછીમાર ભાઇઓ રેતી સારૂ કરાવવા રજૂઆત કરે છે.) રેલ્વેને લાઇન લઇ જવામાં આવેે ટ્રાન્સપોર્ટના વ્યાજબી ભાવની સુવિધા મળે તો આ બંદર પાંચ લાખ ટનની વાર્ષિક અને આયાત નિકાસની હેરફેર ક્ષમતા રપ લાખ ટન સુધી લઇ જઇ શકાય તેમ છે.

યાદી મુજબ પશ્ચિમ રેલ્વે બ્રોડગેજ ટ્રેન પોરબંદર જેટી સુધી લઇ જવા ટ્રક નાખવાનો ખર્ચ રૂ. ૨૦.૧૬ લાખ પ્લસ વધારાના જે તે સમયે ૬૧-૪ સવા છ ટકા મંજુર કરી ભાવનગર ડીવીઝનની ગ્રાન્ટ ફાળવી આપેલ છે પરંતુ સ્થાપિતહિતો  ટ્રેક નાખવામાં આડખીલી રૂપ બન્યા છે.

ગુજરાતમાં કંડલા બંદર પછીનું સ્થાન લઇ શકે તેવી સરસ સુવિધા આ બંદર પર ઉભી કરી શકાય તેમ છે. સરકાર જો રસ લે અને મુશ્કેલીઓ દૂર કરે તો ઝડપી પ્રગતિ થઇ શકે છે તે દિશામાં પ્રયત્નો થયા છે પરંતુ ગમે તે કારણે પોરબંદર નો વિકાસ અટકાવવામાં આવે છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતના પુર્વ મંુખ્યમંત્રી અને વર્તમાન ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોરબંદર બારમાસી જેટ્ટીનું વિસ્તૃતી કરણ નેવી રાજયસરકારના સહયોગ ભાગીદારીથી કોમર્શીયલ સંરક્ષણ જેટી તરીકે જાહેર કરેલ ત્યારે પોરબંદરને ગુજરાતનું ફ્રી પોર્ટ જાહેર કરેલ તે હવાના તરંગો હવામાં રહે છે કુદરતી બે જટ્ટી છે વિકાસમાં અગ્રીમ ગણાય તેવો નિષ્ણાંતોનો મત છે.

પોરબંદર મચ્છી ઉદ્યોગનું  પણ કેન્દ્ર છે તેનો વિકાસ વધુ વેગવાન બને અને સરકારશ્રીને વિદેશી હુંડીયામણની કમાણી થાય તે હેતુથી પોર્ટ પર આશરે જે તે સમયે ૩ કરોડ રૂપિયાના ખર્ચે ફીશરીઝ હાર્બર તૈયાર કરાયુ છે. ફીશીંગ બોટમાંથી ફીશ સીધી જ ટ્રકમાં કે હાર્બર રેલ્વેમાં ભરી શકાય તે રીતે ફીશની ઝડપી હેરાફેરી કરી શકાય તે ઉદ્દેશ આ હાર્બર પાછળ રહેલો છે દર વર્ષે લગભગ જે તે સમયે રપ કરોડ રૂપિયાની માછલીની આ બંદરથી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

દેશી વહાણવટુએ પોરબંદરનો ઐતિહાસિક ઉદ્યોગ છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા ૧૮૮૮માં  પોરબંદરમાં ૭૨ દેશી વહાણો બંધાયેલ તેવી માહિતી મળે છે અત્યારે જે તે સમયમાં ૧૬ જેટલા રજીસ્ટર્ડ થયેલા દેશી વહાણો વેપાર અર્થે ચાલે છે. (ફીશીંગ બોટોનો આમા સમાવેશ થતો નથી)  ૧૦ જેટલા વહાણનું બાંધકામ ચાલુ છે ૨૦૦ થી ૩૦૦ ટનની ક્ષમતા ધરાવતા દેશી વહાણ આશરે ૨૦ થી ૨૫ લાખ રૂપિયામાં જે તે સમયે તૈયાર થાય છે. હાલ લાખ રૂપિયા નહી પરંતુ કરોડો રૂપિયામાં થાય છે. સરકાર તરફથી ૮૦ ટકા જેટલી લોન જે તે સમયે વહાણ બાંધવા મળતી હાલ પણ મળે છે.

દેશી વહાણો સરળતાથી માલની હેરાફેરી કરી શકે તે માટે પોરબંદર પોર્ટની બ્રેકવોટર લાઇન પર બે થી ત્રણ ફીંગર જેટીનુ બાંધકામ કરવુ જોઇએ. પોરબંદર બોટ એશો. તેમજ અન્ય એશો. તેમજ ખારવા સમાજ દ્વારા ભૌગોલિકતા દર્શાવી જૂના બંદર પર માપલા વાડી ફીશરીઝ હાર્બર ફેઇઝ-ર બનાવવા માર્ગદર્શન મૂકે છે. તે તદન વ્યાજબી છે સરકાર તટસ્થ પુરતુ ધ્યાન આપે તો આશરે પાંચ હજાર કરતા વધુ પરિવારનું ભરણ પોષણ પણ થઇ શકે છે.

(10:56 am IST)