Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સોમનાથ મહાદેવ ભૂમિ સાથે પૂ. પાંડૂરંગ શાસ્ત્રીજીનો રહ્યો છે અતૂટ નાતો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૯ :.. સ્વાધ્યાય પ્રવૃતિના પ્રણેતા - પ્રેરક પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મ જયંતિ તા. ૧૯ ઓકટોબરે હતી. ત્યારે એ પણ જાણીયેં કે સોમનાથ દાદાની ભૂમિ પ્રત્યે તેમનો અતૂટ નાતો રહ્યો છે.

ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવની સાક્ષાત પૂજન કરવાનું સૌભાગ્ય ભારતના માત્ર ત્રણ થી ચાર મહાનુભાવોને જ અત્યાર સુધીમાં મળેલ છે. તેમાં પૂજય દાદાનો સમાવેશ થાય છે.

ત્યારે સુરક્ષાના કે અન્ય નિયમો આજે છે તેવા ન હતાં.

સોમનાથ ભૂમિના એ દિવ્ય સંભારણા વાગોળતાં ભાસ્કર વૈદ્ય કહે છે, વેરાવળમાં પૂજય દાદાનું પ્રથમ આગમન તા. ૪-૯-૧૯૭ર ના રોજ ક્રિકેટ મેદાન ખાતે થયેલ જયાં રાત્રે ૮.૩૦ કલાકે તેઓશ્રીએ તત્વ જ્ઞાન ઉપર પ્રવચન આપેલ.

તા. ૧૭-૪-૧૯૭પ ના રોજ આ જ સ્થળે ફરી પ્રવચન આપેલ પછી તો અનેકોવાર વેરાવળ અંબાજી માતાના મંદિર પાસે આવેલા 'યોગેશ્વર ભૂવન' માં અવારનવાર પધારતા અને સોમનાથ દર્શને પણ આવતા સમાજ પુનઃરોત્થાન માટે તેમની પ્રેરણા-ઉપસ્થિતની વેરાવળ-તાલાલા રોડ ઉપર યાજ્ઞવલ્કય ઉપવન તા. ૩૧ જૂલાઇ ૧૯૮૦ ના રોજ બાલતરૂ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સ્થપાયું.

સોમનાથ સાનિધ્યના ભીડ ભંજન મહાદેવ મંદિર સાગર તટના મેદાનમાં તા. ૧૪-૧-૧૯૮૩ ના સાગર પુત્ર મિલન અને મંગળ પ્રવચન પણ યોજાયેલ તા. ૪-૬-૧૯૯૪ ના રોજ વેરાવળ ક્રિકેટ મેદાનમાં સાગર પુત્ર વર્ષા મિલન પણ યોજાયેલ.

૧૪ જાન્યુ. ૧૯૮૩ ના રોજ કોટેશ્વરથી સોમનાથ સુધીની સાગરપુત્રોએ બોટ યાત્રા યોજી હતી. સોમનાથ મંદિરના પટાંગણમાં જ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીની અધ્યક્ષતામાં સમગ્ર જીલ્લાની ર્તીથ યાત્રાનું સમાપન થયેલ હતું.

ગીર-સોમનાથ જીલ્લાના પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રયત્નોથી સુંદર થયેલ કાર્યની રીયલ સ્ટોરી ઉના તાલુકાના  નાંદરખ ગામે ફિલ્મ શુટીંગ થયેલ જેમાં શ્યામ બેનગલે અને સુપ્રસિધ્ધ અભિનેત્રી શબાના આઝમીએ આ 'અંતર નાદ' ફિલ્મમાં શુટીંગ અર્થે આવેલ અને દીવ-વણાકબારાના વિસ્તારોમાં પણ આ ફિલ્મનું શુટીંગ થયેલ.

જે ફિલ્મ પ્રેરક અને સંદેશાત્મક પ્રભાવદર્શી હોઇ ભારતભરમાં અને ટી. વી. માં પણ રજૂ થઇ હતી.

(11:30 am IST)